Rajkot Video : રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો, એક અઠવાડિયામાં 450થી વધુ તાવ, શરદી, ઉધરસના કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 450થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે.
Rajkot : રાજકોટમાં ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી (Rain) માહોલની વચ્ચે રોગચાળો વકર્યો છે. રાજકોટ શહેરમાં રોગચાળાના (disease) કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 450થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
છેલ્લા એક અઠવાડિયામાં વડોદરામાં 450થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે, સાથે જ તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રોસેસ પણ કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
