Video : જૂનાગઢમાં મકરસક્રાંતિ પર્વે ગિરનાર પર્વત પર હજારો ભાવિકોની ભીડ
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર હજારો ભાવિકોની ભીડ છે. મકરસક્રાંતિનો તહેવાર હોવાથી ભાવિકોનું ઘોડાપૂર ઊમટ્યું છે. જેમાં સાકડો રસ્તો ચડવામાં મુશ્કેલી હોવાથી ભાવિકો મુશ્કેલી મુકાયા હતા. જેમાં અંબાજી મંદિરના પરિસરમાં ભીડ થવાથી યાત્રિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર હજારો ભાવિકોની ભીડ છે. મકરસક્રાંતિનો તહેવાર હોવાથી ભાવિકોનું ઘોડાપૂર ઊમટ્યું છે. જેમાં સાકડો રસ્તો ચડવામાં મુશ્કેલી હોવાથી ભાવિકો મુશ્કેલી મુકાયા હતા. જેમાં અંબાજી મંદિરના પરિસરમાં ભીડ થવાથી યાત્રિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આ ઉપરાંત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે. તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
ઉત્તરાયણ એ ભારતનો મહત્વનો તહેવાર
ઉત્તરાયણ એ ભારતનો મહત્વનો તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે.
લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે
મકર સંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.