AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: સુરેન્દ્રનગરના મૂળીમાં ઘુડખરોનું ટોળુ આવી ચડતા ખેડૂતોની વધી ચિંતા, ઉભા પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન

Video: સુરેન્દ્રનગરના મૂળીમાં ઘુડખરોનું ટોળુ આવી ચડતા ખેડૂતોની વધી ચિંતા, ઉભા પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 8:41 PM
Share

Surendranagar: મૂળી તાલુકામાં 25થી30 ઘુડખરોનું ટોળુ આવી ચડતા ખેડૂતોની ચિંતા વધી છે. આ ઘુડખરો ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે પરંતુ ખેડૂતો કંઈ કરી શક્તા નથી. તેમને તગેડી પણ શક્તા નથી. ખેડૂતો સત્વરે ઘુડખરોને અભયારણ્યમાં છોડવાની માગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ઘુડખરો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કચ્છના નાના રણમાં જ દુર્લભ ઘુડખર જોવા મળે છે. પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં ઘુડખર અભયારણ આવેલું છે. પરંતુ ત્યાં ગેરકાયદે બાંધકામો થતા ખોરાકની શોધમાં ઘુડખર અન્ય તાલુકામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ઘુડખરો ખોરાકની શોધવા આવી રહ્યા છે અને ખેતરોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાના વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે ખેડૂતોએ ઘુડખરોને નાના રણમાં પાછા મોકલવા માટે સરકાર સામે માંગણી કરી રહ્યા છે.

મૂળી તાલુકામાં 25થી30 ઘુડખરોનું ટોળુ આવી ચડ્યુ

મૂળી તાલુકાના સડલા ગામમાં 25-30 ઘુડખરોનું ટોળુ આવી ચડતા ખેડૂતોની ચિંતા વધી છે. આ ઘુડખરના કારણે ખેડૂતોને તેમના પાકની ચિંતા સતાવી રહી છે. ખેતરોમાં ઘઉં, ઉનાળુ બાજરી, શિયાળુ ઝાર સહિતના પાક ખેડૂતોએ વાવેલો છે. આ ઘુડખરો ખેડૂતોએ બનાવેલી ત્રણ ચાર ફુટની વાડ કૂદીને પણ ખેતરોમાં પ્રવેશી જાય છે. ખેડૂતો તેમને તગેડી પણ શકતા નથી.

મૂળીના અન્ય એક ખેડૂત જણાવે છે કે આ ઘુડખરોના ટોળા અંગે રાજ્યના વન વિભાગના મંત્રી મુળુ બેરાને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ અંગે RFO એવુ જણાવે છે કે જો વનવિભાગ મંજૂરી આપે તો જ ઘુડખરોને ફરી વન વિભાગમાં મુકી શકીએ. ત્યારે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું મંજૂરી ન મળે ત્યાં સુધી તેમના ખેતરને ઘુડખર દ્વારા નુકસાન થવા દેવાનું?

ઘુડખર સરકાર દ્વારા આરક્ષિત જાહેર કરાયેલુ પ્રાણી છે. એમને કંઈપણ થાય તો ખેડૂતો પર એનિમલ એક્ટ મુજબની કાર્યવાહી થાય છે. જેને લઈને ખેડૂતો ઘુડખરોથી પોતાનો પાક બચાવી શકે તેવી સ્થિતમાં પણ નથી. ત્યારે ખેડૂતોની લાચારી સામે સરકાર જલ્દી કોઈ પગલા લે તેવી માગ મૂળી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">