Video: વલસાડમાં આર્ટસ કોલેજના વિદ્યાર્થીનું આકસ્મિક મોત, કોલેજ કેમ્પસમાં અચાનક ચાલતા ચાલતા ઢળી પડ્યો વિદ્યાર્થી

|

Jan 18, 2023 | 10:55 PM

Valsad: આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીનું આકસ્મિત મોત નિપજ્યુ હતુ. કોલેજ કેમ્પસમાં અચાનક ચાલતા ચાલતા વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Video: વલસાડમાં આર્ટસ કોલેજના વિદ્યાર્થીનું આકસ્મિક મોત, કોલેજ કેમ્પસમાં અચાનક ચાલતા ચાલતા ઢળી પડ્યો વિદ્યાર્થી
વિદ્યાર્થીનું અચાનક મોત

Follow us on

વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં મોત થયાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ હતી. હસતા-ખેલતા 19 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો, મિત્રો અને કોલેજ સ્ટાફ શોકમાં ગરકાવ થયો છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકને કારણે થયું હોવાની આશંકા છે.

વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો આકાશ પટેલ જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં એસવાય બીએમાં અભ્યાસ કરતો હતો.  સવારે અગિયાર વાગ્યાના અરસામાં આકાશ તેના મિત્રો સાથે કોલેજ કેમ્પસમાં આવેલા ગાર્ડનમાં વાતચીત કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં જ અન્ય મિત્રો બેસેલા હોવાથી તેને મળવા માટે તે જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

એકદમ ખુશ મિજાજ જણાતા આકાશને ગણતરીની મિનિટોમાં આવ્યો હાર્ટ એટેક

આકાશે પોતાના મિત્રો સાથે એક સેલ્ફી લીધી હતી. સેલ્ફીમાં પણ જોઈ શકાય છે કે આકાશ એકદમ ખુશ અને સ્વસ્થ હતો, પરંતુ સેલ્ફી લીધાની ગણતરીની મિનિટોમાં જ તે કોલેજના ગાર્ડનમાં ઢળી પડતાં તેના સાથીમિત્રો અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ આકાશને બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.

આ પણ વાંચો: Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના નિધન બાદ કોંગ્રેસે સીએમને પત્ર લખ્યો, શાળાનો સમય મોડો કરવા માંગ

આ તરફ રાજકોટની એ.વી. જસાણી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિધાર્થિનીનું અચાનક મોત નિપજ્યુ હતુ. જો કે વિદ્યાર્થિનીના માતાપિતા ઠંડીને કારણે હાર્ટ એટેક આવવાથી મોત થયુ હોવાનું જણાવે છે. તો બીજી તરફ શાળાના સંચાલકો આ વાત માનવા માટે તૈયાર નથી. વિધાર્થિનીના મોતનું કારણ જાણવા માટે તેમનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. જો કે આ કિસ્સાએ શિક્ષણ વિભાગની કેટલીક ત્રુટીઓને ઉજાગર કરી છે જેને લઇને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

હસતી રમતી રીયા સાગર એક તસવીરમાં કેદ થઇ ગઇ છે.17 જાન્યુઆરીના રોજ રીયા સવારે સાત વાગ્યે પોતાની શાળાએ પહોંચી હતી ત્યારે અચાનક જ તેની તબિયત લથડી હતી અને તે બેભાન થઇ ગઇ હતી.તાત્કાલિક તેના માતા પિતાને શાળાએ બોલાવવામાં આવ્યા હતા અને નજીકમાં રહેલી એચ.જે,.દોશી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.પરિવારજનોએ આ મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા હોવાનું કહ્યું છે પરંતુ સાથે સાથે શાળા સંચાલકો સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Next Article