Video: નવસારી અને વલસાડ જિલ્લાના 1 હજારથી વધુ માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 12 હજાર પરિવારોને અસર

Video: નવસારી અને વલસાડ જિલ્લાના 1 હજારથી વધુ માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 12 હજાર પરિવારોને અસર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:36 PM

Video: નવસારી અને વલસાડ જિલ્લાના 1 હજારથી વધુ માછીમારો માછીમારી બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. સેંકડો બોટ કિનારે લાંગરીને માછીમારો હડતાળ પર ગયા છે, જેનાથી 12 હજાર માછીમાર પરિવારોને અસર થશે. દરિયાઈ માલનો પોષણક્ષણ ભાવ ન મળતા માછીમારો હડતાળ પર ઉતર્યા છે.

ન્યુ ફિશ જેટ્ટી ટ્રોલર બોટ એસોસિએશન મુંબઈ અને ધોલાઈ બંદર વ્યવસ્થાપક સમિતિ ટ્રસ્ટ દ્વારા દરિયાઈ માલનો પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે 1000 માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. નવસારી અને વલસાડ જિલ્લાની 1 હજારથી વધુ બોટ દરિયામાં ચોમાસાની સીઝનમાં ચાર મહિના સિવાય બાકીના 9 મહિના માછીમારી કરવા માટે બીલીમોરાના ધોલાઈ બંદરે અને મુંબઈના ભાઉચા ધક્કાથી અવરજવર કરે છે.

માછીમારી માટે જતી બોટ ટ્રેલરોમાં વપરાતા ડીઝલમાં બેફામ ભાવવધારો થયો છે. ત્યારે માછીમારોએ ડીઝલના ભાવમાં ઘટાડાની માગ સાથે સેંકડો બોટ ધોલાઈ બંદરે લાંગરી દીધી હતી. દરિયામાંથી માછીમારીનો ખર્ચ નહીં મળતા હાલના સમયમાં માછીમારોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. તેવુ માછીમારોનું કહેવુ છે.

માછીમારોનું કહેવુ છે કે એકતરફ ડીઝલમાં બેફામ ભાવવધારો થયો છે, ઉપરાંત બરફ, ખાવાપીવાની ચીજવસ્તુ અને ખલાસીના પગારમાં પણ વધારો થયો છે. માછીમારી કરીને કિનારે આવતા માછીમારો પાસેથી સપ્લાયરો મચ્છી ખરીદી કરે છે અને તેનો જે ભાવ મળે છે, તેમાંથી માછીમારીમાં થયેલો ખર્ચો પણ કાઢી શક્તા નથી. જેના કારણે તેમને ધંધામાં ખોટ જઈ રહી છે.

માછીમાર વ્યવસ્થાપક સમિતિના જણાવ્યા મુજબ નવસારી અને વલસાડ જિલ્લાની 1000 ફિશિંગ બોટનો 9 મહિના દરમિયાન અંદાજિત ડીઝલનો વપરાશ 30 કરોડ લીટરનો છે. માછીમારોને સરકાર પેટ્રોલ પમ્પ પરથી જ સબસિડી આપે તેવી વર્ષોથી માગ કરી રહ્યા છે. જે પુરી નથી થઈ. કોરોના મહામારી, વારંવાર દરમિયામાં ઉઠતા તોફાનો જેવી કુદરતી આપત્તિને કારણે આર્થિક સંકટ વધી ગયુ હતુ. પરંતુ તેમને કોઈ સરકારી સહાય મળી નથી તો ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયામાંથી માછલી પણ સહેલાઈથી મળતી નથી. જેમાં માછીમારોને વધુ દરિયો ખુંદવો પડે છે. આટલી જહેમત બાદ કિનારે દરિયાઈ માલની ખરીદી કરનારા સપ્લાયરો તરફથી પોષણક્ષમ ભાવ મળતો નથી.

g clip-path="url(#clip0_868_265)">