સાદગીનું ઉદાહરણ: ડાંગમાં ખેતરમાં કામ કરતી આ મહિલાને ઓળખો છો? તેની સિદ્ધિ જાણીને ચોંકી જશો

Dang: 2018 એશિયન ગેમ્સમાં રિલે રેસ જીતનારી સરિતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે અને લોકો તેના કામના વખાણ કરી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:18 AM

Dang: ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સ્પ્રેસ (Dang Express) તરીકે જાણીતી દોડવીર સરિતા ગાયકવાડની (Sarita gayakwad) ફરી એકવાર સાદાઈ સામે આવી છે. સરિતા ગાયકવાડ ખેતરમાં ડાંગરની કાપણી કરતી જોવા મળી. સરિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે અને લોકો તેના કામના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરિતાએ આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવી છે.

જણાવી દઈએ કે સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના રહેવાશી છે. તેઓ એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. સરિતા ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી ઓળખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે 2018 એશિયન ગેમ્સમાં રિલે રેસ જીતી હતી. સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીત્યો હતો. અને સરિતાએ દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.

સરિતા ગાયકવાડે રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવીને ડાંગ સહિત રાજ્યનું નામ રોશન કર્યું હતું. બાદમાં અનેક સિદ્ધિઓ છતાં સરિતાની સાદગી કાયમ રહી છે. તેઓ હંમેશા ડાંગ અને તેમના વિસ્તારના મુખ્ય પ્રશ્નો ઉઠાવતા રહેતા હોય છે. અને આમ સાદગી ભર્યા જીવનના અનેક વિડીયો પણ તેમના વાયરલ થતા રહેતા હોય છે.

આ પણ વાંચો: Surat: વ્યસન મુક્તિ કેન્દ્ર ડ્રગ્સની લત છોડાવવા માટે કાર્યરત, 6 મહિનામાં આટલા યુવાનોએ લીધી મુલાકાત

આ પણ વાંચો: Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">