AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: વીજળી બચાવવાના CMના આહ્વાન છતાં રાજકોટની સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય

Video: વીજળી બચાવવાના CMના આહ્વાન છતાં રાજકોટની સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 11:05 PM
Share

Rajkot: મુખ્યમંત્રીના વીજળી બચાવોના આહ્વાન રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓમાં Tv9 ગુજરાતીઓએ રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. જેમા રાજકોટની સરકારી કચેરીઓમાં બેફામ વીજળીનો વ્યય થતો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વીજળી બચાવોના આહ્વાન બાદ રાજકોટમાં TV9 ગુજરાતીએ રિયાલિટી ચેક હાથ ધર્યુ. રાજકોટમાં સરકારી કચેરીઓમાં વીજળીની બચત મુદ્દે અમારી ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું. જેમા જિલ્લા પંચાયતની કચેરી હોય કે મહાનગરપાલિકાની કચેરી. દરેક કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય થતો નજરે પડ્યો. જિલ્લા પંચાયતની કચેરીમાં વિવિધ હોદેદારોની ચેમ્બરમાં ચકાસણી કરવામાં આવી. આ ચેમ્બર્સમાં એક પણ  હોદ્દેદારો કે કર્મચારી હાજર નહોતા તેમ છતાં ટ્યૂબલાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા.

દંડક અને શાસક પક્ષનું કાર્યાલય ખાલી છતા રોશની અકબંધ

જિલ્લા પંચાયત જેવા જ દ્રશ્યો મનપાની કચેરીમાં જોવા મળ્યા. અહીં દંડક અને શાસક પક્ષના નેતાનું કાર્યાલય ખાલીખમ હોવા છતાં રોશનીથી ઝગમગી રહ્યું હતું. તો મનપાના સેન્ટ્રલ ઝોનના પ્રથમ માળે લોકલ ફંડ ઓડિટ સ્ટાફની ઓફિસમાં પણ મોટી બેદરકારી સામે આવી. આ ઓફિસ બહારથી તો બંધ હતી પરંતુ અંદર તમામ લાઇટ ચાલુ જોવા મળી.

વીજળીના બેફામ દુરુપયોગ અંગે ધ્યાન દોર્યા બાદ હવે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે વીજળી બચાવવા માટે કર્મચારીઓને તાકીદ કરી છે. સાથે જ બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.

આ પણ વાંચો Gujarati Video : નર્મદાની કલેક્ટર કચેરીમાં જ વીજળીનો બેફામ બગાડ

આ તરફ રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી દ્વારા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને ગ્રાહકો માટે વોટ્સએપ દ્વારા પોતાની વીજ સમસ્યા અંગે જાણ કરવા માટે સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રાહકો પોતાની વીજફોલ્ટને લગતી ફરિયાદ પોતાના નામ, સરનામા સાથે નોંધાવી શકે છે પરંતુ હજુ પણ લોકો ફોન દ્વારા જ પોતાની ફરિયાદ નોંધાવે છે. જ્યારે વોટ્સએપમાં ફરિયાદ કરવાની સુવિધાનો ઉપયોગ લોકો ખૂબ ઓછા પ્રમાણમાં કરી રહ્યા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">