Gujarati Video : નર્મદાની કલેક્ટર કચેરીમાં જ વીજળીનો બેફામ બગાડ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરેક સરકારી ઓફિસ માં વીજળી બચાવવા માટે આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ કહ્યું છે કે ઓફિસમાં કોઈ સરકારી કર્મચારીઓ બેઠા હોઈ તો ત્યાંના લાઈટ,પંખા અને એસી રાખવા જોઈએ જેથી વીજળીનો વ્યય ન થાય અને વીજળીની બચત પણ થઈ શકે ઓફિસમાં જયારે અધિકારીઓ જાય એ જ સમય પર ત્યાંની લાઈટ પંખા કે એસી જાતે ચાલુ કરવા જોઈએ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરેક સરકારી ઓફિસ માં વીજળી બચાવવા માટે આહવાન કર્યું છે. પરંતુ નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રીના આહવાનને આ સરકારી બાબુઓ જાણે ધોળીને પી ગયા હોઈ તેમ લાગ્યું. નર્મદા જિલ્લાની કલેકટર કચેરીમાં સવારે 9.45 કલાકે જયારે ટીવી 9 ની ટીમે રિયલ ચેક કર્યું તો ઘણી ઓફિસ માં લાઈટ પંખા ચાલુ હતા પણ કોઈ અધિકારી બેઠાના હતા સાંજના સમયે ચાલુ કરેલી લાઈટ પંખા બીજે દિવસે સવારે પણ ચાલુ જ જોવા મળ્યા હતા.
જો કે એક ઓફિસની બહાર લાઈટ ચાલુ હતી પણ જયારે ટીવી 9 ની ટીમને જોઈને લાઈટ બંધ કરવા માટે માણસ આવ્યો હતો.ગુજરાતની સરકારી ઓફિસોના વીજળી નો વ્યય થઈ રહ્યો છે એ ચોક્કસ છે.
CM કાર્યાલયમાં લાઈટ શરૂ નહીં કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી છે. અજવાળું હોય ત્યાં સુધી CM કાર્યાલયમાં લાઈટ શરૂ નહીં કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. CM કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ-બંધ કરવા નિર્ણય લેવાયો છે. અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના આપવામાં આવી છે. એન્ટી રૂમના વીજ ઉપકરણો જાતે ચાલુ-બંધ કરવા પડશે. મુખ્યમંત્રીએ આ સૂચનાનું પાલન કરવા સાથી પ્રધાનોને પણ જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા કોઇપણ વાતમાં સલાહ આપ્યા કરતા પોતે તેનુ અનુકરણ કરતા હોય છે. ગાંધીનગરમાં આવેલા સચિવાલયમાં તેઓ સવારે સાડા નવ અથવા પોણા દસ વાગ્યાની આસપાસ પહોંચી જતા હોય છે. તેના કારણે અન્ય મંત્રીઓ પણ પોતાના મંત્રાલયમાં સમયસર આવી જાય છે. જ્યારે વીજળી બચાવવાની વાત થતી હોય છે અને રેવન્યૂ ખર્ચ ઘટાડવાની વાત થતી હોય છે, ત્યારે મુખ્યમંત્રીએ પોતે સ્વપહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યાલયમાં સૂચના આપી છે કે જ્યાં સુધી અજવાળુ હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કારણ વગરની કોઇપણ લાઇટ ચાલુ રાખવી નહીં.
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
