Gujarati Video: ભાવનગરમાં સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાડે અપાયેલા 30 મકાનો સીલ કરાયા

|

Feb 01, 2023 | 11:44 PM

Bhavnagar: શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ભાડે આપવા ભારે પડ઼્યા છે. સુભાષનગરમાં આવાસ યોજનાના ભાડે અપાયેલા 30થી વધુ આવાસો સીલ કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા પરિવારો પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30થી વધુ આવાસોને આજે સવારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. કેટલાક લાભાર્થીઓએ આવાસ મેળવી ભાડે આપી દીધા હોવાનું મનપાના ધ્યાન પર આવતા થોડા દિવસ પહેલા 271 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટાઉન પ્લાનિંગ વિભાગની કાર્યવાહી

સુભાષનગરમાં હમીરજી પાર્ક પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે. જેમાં આ આવાસ યોજનાના 1088 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા હતા તેમાંથી થોડા દિવસ પૂર્વે 271 આસામીઓને પોતાના આવાસ ભાડે આપવા બદલ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવી હતી, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસ 7 વર્ષ સુધી વેચી શકાતા નથી કે ભાડે આપી શકાતા નથી. તેવી જોગવાઈ છે છતાં પણ ભાડે આપતા મહાનગરપાલિકા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગર : રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલક સહિત ઘટના સ્થળે જ 3 લોકોના મોત

પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1088 આવાસો સામે 271 આસામીઓએ આવાસને ભાડે આપેલા હોવાથી આજે ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ પર પહોંચે 30થી વધુ આવાસોને સીલ માર્યા હતા.

Next Video