Surat : દિલ્લી હુમલા બાદ સુરતમાં સુરક્ષા એલર્ટ, પોલીસ દ્વારા ભાડૂઆતોની કડક તપાસ હાથ ધરાઇ ,જુઓ Video
દિલ્લી આતંકી હુમલા બાદ દેશભરમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગુજરાતમાંથી પણ 3 આતંકવાદી ઝડપાતા ગુજરાત પોલીસ પણ સર્તક બની છે. ત્યારે હવે સુરત પોલીસ દ્વારા શહેરમાં રહેતા ભાડૂઆતોની વિગતોની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિલ્લી આતંકી હુમલા બાદ દેશભરમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગુજરાતમાંથી પણ 3 આતંકવાદી ઝડપાતા ગુજરાત પોલીસ પણ સર્તક બની છે. ત્યારે હવે સુરત પોલીસ દ્વારા શહેરમાં રહેતા ભાડૂઆતોની વિગતોની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. પરપ્રાંતમાંથી આવતા કામદારો અને ભાડૂઆતના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પણ તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર જે પણ કોઈ મકાન માલિક ભાડૂઆતના ડોક્યુમેન્ટ જમા નહીં કરાવે તેની સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે. કાપોદ્રા પોલીસે 21 જેટલા માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો વરાછા પોલીસે પણ 25થી વધુ કારખાનેદારો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહનો સહિત તમામ વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આજે ગીર સોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા હતા. ત્યારે SOGએ તેમની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ શંકાસ્પદ માહિતી ન મળતા 3 કાશ્મીરીને મુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
