વાવ-થરાદ: છ મહિનાથી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર- Video
વાવ થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માગને લઈને ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. ખેડૂતો છેલ્લા 6 મહિનાથી પાણી છોડવાની માગ કરી રહ્યા છે. પરંતુ કેનાલનું સમારકામ લાંબા સમયથી અધૂરું હોવાથી પાણી છોડવામાં આવી રહ્યુ નથી.
વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો છેલ્લા છ મહિનાથી કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. ઈઢાડા, પ્રતાપપુરા, લોરવાડા અને જમડા કેનાલમાં 6 મહિનાથી પાણી છોડવામાં આવ્યુ નથી. જેના કારણે 1 હજારથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા છ મહિનાથી કેનાલનું રિપેરિંગ કામ અધૂરું હોવાથી કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી. જેને લઈને હવે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.
એક તરફ આ વર્ષે અલનિનો અસરને કારણે વરસાદ પણ ખેંચાયો છે. વાવ-થરાદ જિલ્લામાં પણ નહિવત્ વરસાદ વરસ્યો છે ત્યારે કેનાલો પણ તળિયા-જાટક છે જેના કારણે ધરતીપુત્રો પાકને પિયત કેવી રીતે આપે તે પ્રશ્ન સતાવી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી કેનાલનું રિપેરિંગ ચાલી રહ્યુ છે ત્યારે સત્વરે રિપેરિંગ કાર્ય પૂર્ણ કરી કેનાલોમાં પાણી છોડવાની માગ જગતનો તાત કરી રહ્યો છે.
શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?
Follow Us
Loading...
Unable to load recommendations.
