Rain News : માલપુરનો વાત્રક ડેમ છલકાયો, ડેમના 3 દરવાજા ખોલાયા, સ્થાનિકોને સાવચેત રહેવા આપી સૂચના, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા અરવલ્લી જિલ્લામાં આવેલા જળાશયો છલકાયા છે. માલપુરના વાત્રક ડેમમાં પણ 12 હજાર 600 ક્યુસેક પાણીની આવક થઈ છે.
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા અરવલ્લી જિલ્લામાં આવેલા જળાશયો છલકાયા છે. માલપુરના વાત્રક ડેમમાં પણ 12 હજાર 600 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 2 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ડેમમાંથી 12 હજાર 600 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડાયું છે. જેના પગલે નદીકાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક
ઉપરવાસમાં મુશળધાર વરસાદ ખાબક્તા નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકાના અનેક ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. જેમાં ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે કરનાળી ઘાટના 110માંથી 80 પગથિયા પાણીમાં ડૂબ્યા છે. ભારે વરસાદના પગલે સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા વહીવટી તંત્રએ સૂચના આપી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
