Ahmedabad Video : અમદાવાદ – મુંબઈ રુટ પર 130 કિ.મી.ની ઝડપે દોડી વંદે ભારત ટ્રેન, મણિનગર રેલવે સ્ટેશનથી સામે આવ્યા દ્રશ્યો
ભારતીય રેલવેના મિશન રફતારને ઝડપથી આગળ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે પ્રથમ ટ્રાયલ ટ્રાયલ આજે મુંબઈ અને અમદાવાદ વચ્ચે કરવામાં આવ્યુ છે. આજે વંદે ભારત ટ્રેન 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી છે.
Ahmedabad News : ભારતીય રેલવેના મિશન રફતારને ઝડપથી આગળ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે પ્રથમ ટ્રાયલ આજે મુંબઈ અને અમદાવાદ વચ્ચે કરવામાં આવ્યુ છે. આજે વંદે ભારત ટ્રેન 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી છે. અમદાવાદ- મુંબઈ રુટ પર વંદે ભારતની રફતાર જોવા મળી છે.
20 કોચવાળી વંદે ભારતનો ટ્રાયલ કરાયો
મણિનગર રેલવે ક્રોસિંગ પરના ટ્રાયલના દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. 20 કોચવાળી વંદે ભારત સાથે ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો છે. હાલ 130 કિ.મીના સ્પીડથી ટ્રેન દોડાવાઈ છે. જો કે આગળના તબક્કાઓમાં 160 કિ.મી.ની ઝડપે ટ્રાયલ કરવામાં આવશે. અમદાવાદ – મુંબઈ રુટ પર વંદે ભારત ટ્રેન શરુ થતા અનેક લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તેમજ મુસાફરી કરવામાં સરળતા રહેશે.
