અમરેલી: લાઠી-ખીજડિયા વચ્ચે સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ તોડ્યા ટ્રેનના કાચ

અમરેલી: લાઠી-ખીજડિયા વચ્ચે સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ તોડ્યા ટ્રેનના કાચ

| Edited By: | Updated on: Nov 08, 2026 | 10:17 PM

અમરેલીમાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી પથ્થરમારો થયો. લાઠી-ખીજડીયા વચ્ચે થયેલા હુમલામાં ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો, સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો સિલસિલો અટકી નથી રહ્યો. અગાઉ પણ અનેકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લામાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. લાઠી અને ખીજડીયા વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. અચાનક થયેલા પથ્થરમારાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં એકપણ મુસાફરને ઈજા પહોંચી નથી.

ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરમારો શા માટે કર્યો અને આ કૃત્ય પાછળ કોણ જવાબદાર છે તે જાણવા તપાસ હાથ ધરાઈ છે. ઘટનામાં ટ્રેનને નુકસાન થયું હોવા છતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેન પર થયેલા આ પથ્થરમારની ઘટનાથી રેલવેની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

Input Credit- Jaydev Kathi – Amreli

એક સમયે નક્સલનો સૌથી મોટો ગઢ રહેલા બસ્તરમાં જવાનો વચ્ચે દિવાળી મનાવવા પહોંચ્યા PM મોદી, શહીદોની શહાદતને કર્યા વંદન

 

Follow Us
Loading...
Unable to load recommendations.