એક સમયે નક્સલનો સૌથી મોટો ગઢ રહેલા બસ્તરમાં જવાનો વચ્ચે દિવાળી મનાવવા પહોંચ્યા PM મોદી, શહીદોની શહાદતને કર્યા વંદન
દેશભરમાં આજે દિવાળીનો પાવન પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ પોતાની પરંપરાને જારી રાખતા વડાપ્રધાન મોદી જવાનોનો ઉત્સાહ વધારવા બસ્તર પહોંચ્યા છે. બસ્તર જવા માટે રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ X પર તેમની લાગણીઓ વ્યક્ત કરી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિપોત્સવી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચી જાય છે. જવાનોની વચ્ચે જઈ વડાપ્રધાન મોદી તેમને મીઠાઈઓથી મોં મીઠુ કરાવી દિવાળીની શુભેચ્છા પાઠવે છે. છેલ્લા 12 વર્ષથી વડાપ્રધાન મોદીનો દર વર્ષે આ નિત્ય ક્રમ રહ્યો છે.આ વ ર્ષે PM મોદી દિવાળીના અવસરે એક સમયે નક્સલથી સૌથી વધુ પ્રભાવિત રહેલા બસ્તર જઈ રહ્યા છે. જ્યાં તેઓ સીમા સુરક્ષાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. તેમણે સોશિયલ મીડિયા પર દેશવાસીઓને દિપોત્સવી પર્વની શુભેચ્છાઓ પાઠવી અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં વિકાસની પ્રગતિ પર ભાર મુક્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જવાનોની શહાદત અને તપસ્યાને પણ વંદન કર્યા.
PM મોદીએ કહ્યુ, “આપણા વીર સુરક્ષાદળોની સાથે દિવાળી ઉજવવા માટે બસ્તર જઈ રહ્યો છું. કાલ સુધી જ્યાં નક્સલીઓનો કેર વર્તાતો હતો ત્યાં આજે વિકાસની બહાર છે. વીર જવાનો, તેમના બલિદાન, ત્યાગ અને તપસ્યાને નમન કરવા જઈ રહ્યો છુ.”
આ તરફ દેશવાસીઓને દિપોત્સવની શુભેચ્છા પાઠવતા PM મોદીએ લખ્યુ, “દેશભરના મારા પરિવારજનોને દિપાવલીની અસીમ શુભેચ્છાઓ.”
PM મોદીએ આ પહેલા પણ એક વીડિયો શેર કરી જણાવ્યુ હતુ કે તેઓ જવાનો સાથે દિવાળી ઉજવશે, તેમણે કહ્યુ હતુ, “દિવાળીનો આ પાવન પર્વે સમગ્ર દેશ રોશનીથી જગમગી રહ્યો છે. પ્રકાશનો આ પર્વ અંધકાર વિરુદ્ધ અમારા સંકલ્પનો પરિચય છે. આપ સહુને દિવાળીની મારી અનેક અનેક શુભેચ્છાઓ. આપનો આ પર્વ, આપનો આવનારો સમય સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભર્લો રહેશે. હું પણ આપની જેમ ઘણા ઉત્સાહથી દિવાળી ઉજવુ છુ. અને દર વર્ષે આપ જાણો છો કે દેશના જવાનો વચ્ચે જવાનો મારો નિત્ય ક્રમ છે. આ વર્ષે પણ યથાવત્ રહેશે.”
PM મોદીએ દેવેન્દ્ર ફડણવિસની કરી પ્રશંસા
PM મોદી એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસના નાગપુર જિલ્લાના લોહારી સાવંગા ગામમાં ખેડૂતો સાથે દિવાળી ઉજવી. વડાપ્રધાન મોદીએ દેવેન્દ્ર ફડણવિસના આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યુ, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે લોહારી સાવંગા ગામમાં ખેડૂતો સાથે દિવાળી ઉજવવી અને અરૂણાબાઈ અને રામભાઉ બાલપાંડેના આવાસ પર રોકાવાની પહેલ અત્યંત ભાવુક કરનારી છે. આ એ કરૂણાની ભાવના દર્શાવે છે જેની સાથે મહારાષ્ટ્રની એનડીએ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે અને તેમનુ કલ્યાણ સુનિશ્ચિત કરી રહી છે.
