Gujarati Video : વલસાડ શહેર અને 40 ગામને જોડતા અંડરપાસમાં ભરાયા પાણી, લોકો જીવના જોખમે જવા મજબૂર
ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. સૌથી વધુ મુશ્કેલી વલસાડ શહેર અને 40 ગામને જોડતા અંડરપાસે સર્જી છે. અંડરપાસમાં (Underpass) પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે.
Valsad : દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. સૌથી વધુ મુશ્કેલી વલસાડ શહેર અને 40 ગામને જોડતા અંડરપાસે સર્જી છે. અંડરપાસમાં (Underpass) પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ ઘરે જતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુશ્કેલીમાં મૂકાયેલા લોકો જીવના જોખમે અંડરપાસમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઘણા લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા. લોકો તંત્ર સામે કામગીરી નહીં કરવાના આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો-ગુજરાતના 14 જિલ્લામાં 1 જુલાઈથી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો થશે પ્રારંભ
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
