વલસાડ જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ, ડેમના 10 દરવાજા ખોલી નખાયા

મધુબન ડેમમાંથી 1,.90 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ૨ મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 7:53 AM

ગુજરાતના(Gujarat) વલસાડ (Valsad) જિલ્લાનો મધુબન ડેમ(Madhuban Dam)  પણ ભયજનક સપાટી પર પહોંચ્યો છે. ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ લેવલ નજીક પહોંચતા મધુબન ડેમમાંથી 1,.90 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ૨ મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.

આ પાણી છોડતા આવતાં દમણગંગા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની સાથે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે. તેમજ સલામતીના ભાગરૂપે દમણ ગંગા નદી કિનારાના ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચન કરાયું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કેવી ભયજનક સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. વરસાદના કારણે ભારે નીર વહેતા જોવા મળ્યા છે. કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં પાણી વધતા કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં થયા ગરકાવ થયા છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં સરકાર બદલાતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજકોને પણ છૂટા કરાયા, નવા લોકોની નિમણૂક કરાશે

આ પણ  વાંચો :  ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">