Valsad Video : રાજ્ય સરકારે વલસાડના કલેક્ટર આયુષ ઓકને કર્યા સસ્પેન્ડ, 2 હજાર કરોડના કૌભાંડ મુદ્દે કરી કાર્યવાહી

|

Jun 11, 2024 | 1:58 PM

વલસાડમાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારી સસ્પેન્ડ થયા છે.કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે.

વલસાડમાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારી સસ્પેન્ડ થયા છે.કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. 2 હજાર કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. આયુષ ઓકે બદલીના એક દિવસ પહેલા જ કૌભાંડનો સમગ્ર ખેલ પાડી દીધો હોવાનું ખુલ્યુ છે.

શું છે સમગ્ર ડુમસ જમીન કૌભાંડ ?

જૂન 2021માં IAS આયુષ ઓક અમરેલીથી સુરત કલેક્ટર તરીકે આવ્યા હતા. 31મી જાન્યુઆરી 2024ના રોજ તેમની બદલી વલસાડ જિલ્લામાં કરવામાં આવી હતી. બદલીના એક દિવસ પહેલા ડુમસની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું.1948-49થી ડુમસની જમીન સરકારી પડતર તરીકે મહેસૂલી રેકર્ડમાં હતી.

મહેસૂલી રેકર્ડમાં નોંધ નંબર 582 ગણોતિયા તરીકે એક વ્યક્તિનું નામ ઉમેરવા મંજૂરી આપી. કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવા મંજૂરી આપી.કાયદા મુજબ સરકારી પડતરમાં ગણોતિયો હોઈ ન શકે.

વર્તમાન સમયમાં 2.17 લાખ ચો.મી જમીનની બજાર કિંમત બે હજાર કરોડ છે. વર્ષ 2015માં તત્કાલિન સુરત કલેક્ટર રાજેન્દ્ર કુમારે સુઓમોટો લીધો હતો. તત્કાલિન સુરત કલેક્ટર રાજેન્દ્ર કુમારે જમીન સરકારી હોવાનો રિપોર્ટ સોંપ્યો હતો.IAS રાજેન્દ્ર કુમારને વર્ષ 2015-16માં PMOમાં ડારેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:57 pm, Tue, 11 June 24

Next Video