Vadodara : અમેરિકાથી પરત ફરેલી યુવતી આઘાતમાં ! પોલીસને નિવેદન નોંધવામાં પડી રહી છે મુશ્કેલી, જુઓ Video

Vadodara : અમેરિકાથી પરત ફરેલી યુવતી આઘાતમાં ! પોલીસને નિવેદન નોંધવામાં પડી રહી છે મુશ્કેલી, જુઓ Video

| Edited By: | Updated on: Feb 06, 2025 | 2:56 PM

અમેરિકાથી વતન પરત આવેલા 33 ગુજરાતીની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. વડોદરાની એક યુવતી પણ અમેરિકામાંથી પરત આવી છે. આ યુવતીના ઘરે જ પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. માનસિક સ્થિતિ સારી ન હોવાથી પોલીસને નિવેદન નોંધવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિગતવાર પુછપરછ બાદમાં કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરક્ષિત રીતે દીકરી પરત આવતા માતા-પિતા ભાવુક થયા છે. દીકરી પરત ફરતા યુવતીના માતા-પિતાને હાશકારો અનુભવ્યો છે. લગ્ન બાદ સાસરે અમેરિકા ગઈ હોવાની વાતને બદલીને યુવતી અપરણિત હોવાનો દાવો કર્યો છે.

યુવતીના ભાઈએ આપી પ્રતિક્રિયા

આ સમગ્ર ઘટનામાં અમેરિકાથી પરત આવેલી યુવતીના ભાઈએ પ્રતિક્રિયા આપી છે. ફરવા માટે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી. અમેરિકા જવાની હોવાનું જણાવ્યું હતુ. કેવી રીતે અમેરિકા જવાની છે તે અંગે કોઈ માહિતી ન હતી. ક્યાં દસ્તાવેજના અભાવે પરત મોકલાઈ તે પણ જાણકારી નથી.