AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જામનગરમાં ભાજપ કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર દરોડા, 19,000થી વધુ દારૂની બોટલો જપ્ત

| Updated on: Oct 29, 2026 | 12:42 PM
Share

જામનગરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા. વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુ બાંભણિયાના પુત્ર હિતેશ બાંભણિયાના ગોડાઉનમાંથી પોલીસે 40.68 લાખ રૂપિયાની કિંમતની 19,000થી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે.

જામનગરમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. શહેરના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુ બાંભણિયાના પુત્ર હિતેશ બાંભણિયાના ગોડાઉનમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા આ ગોડાઉન પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ગોડાઉનમાંથી ₹40.68 લાખની કિંમતની 19,000થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂ ઉપરાંત, પોલીસે વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ ₹53.78 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ દરોડામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, જ્યારે ગોડાઉનના માલિક હિતેશ બાંભણિયા સહિત કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પંચકોશી એ ડિવિઝન પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી શહેરમાં દારૂબંધીના કડક અમલ સામે અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

અબજોપતિ મુકેશ અંબાણી વાપરે છે આ સામાન્ય ફોન ? Jio IPOના મંચ પર પૌત્ર સાથેનો વીડિયો થયો વાયરલ!

Published on: Oct 29, 2026 12:41 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">