વડોદરામાં 5 દિવસથી RTOનુ સર્વર ઠપ્પ થઈ જતા દૂર દૂરથી આવતા અરજદારો રઝળ્યા – જુઓ Video

| Edited By: | Updated on: May 17, 2024 | 6:22 PM

વડોદરામાં છેલ્લા થોડા દિવસોથી RTOનું સર્વર ઠપ્પ થઈ જતા 800 થી વધુ અરજદારો રઝળ્યા છે. વરસાદથી ટ્રેક પર પાણી ભરાતા ફોર વ્હીલરનો ટેસ્ટ બંધ કરાયો છે. લર્નિંગ લાઈસન્સની કામગીરી પણ ટલ્લે ચડી છે અને દૂર દૂરથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારો ધોમધખતા તાપમાં ધક્કા ખાવા મજબુર બન્યા છે.

રાજ્યમાં ભર ઉનાળે RTO સર્વર ઠપ થઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,એવી જ સ્થિતી વડોદરાની પણ છે અહીં પણ સર્વર બંધ થઇ જતા લોકો રજળ્યા છે અને રોજના 800 અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ડ્રાઇવિગ ટેસ્ટ બંધ થઇ જતા દૂર-દૂરથી આવતા અરજદારો ધક્કા ખાવા મજબુર બન્યા છે. બીજી તરફ આરટીઓનો સારથી સોફ્ટવેર અપડેટ કરવાનું હોવાથી સર્વર બંધ હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે. આવી આકરી ગરમીમાં લોકોને પરેશાની વેઠવી ન પડે અને સમસ્યાનું જલદીથી નીરાકરણ આવે તેવી અરજદારો માગ કરી રહ્યા છે

800 થી વધુ અરજદારો ધક્કા ખાવા મજબુર

વડોદરા RTOમાં અંદાજે રોજના 800 અરજદાર ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ માટે આવી રહ્યા છે ત્યારે તેમને 5 દિવસથી ટોલ્લે ચઢેલી સિસ્ટમનો ભોગ બનવું પડ્યું છે. વડોદરા RTO દ્વારા જણાવ્યા મુજબ અગાઉથી ઉમેદવારોને મેસજથી જાણ કરાઈ છે. રાજ્ય સરકારે બે દિવસ લાઇસન્સનું કામ બંધ રાખવા જાહેરાત કરી છે ત્યારે તમામ ઉમેદવારોની એપોઇન્મેન્ટ રિશિડ્યૂલ કરવામાં આવશે. અને ઉમેદવારો તેમની અનુકૂળતાએ લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

આ પણ વાંચો: ડભોઈના શંકરપુરામાં માવઠાના 5 દિવસ બાદ પણ હાલાકી, ખેતરોમાં વીજપોલ ધરાશાયી, વીજપ્રવાહ ઠપ્પ – Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 17, 2024 06:05 PM