ડભોઈના શંકરપુરામાં માવઠાના 5 દિવસ બાદ પણ હાલાકી, ખેતરોમાં વીજપોલ ધરાશાયી, વીજપ્રવાહ ઠપ્પ – Video
રાજ્યમાં માવઠાએ ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે. પાંચ દિવસ પહેલા માવઠુ આવ્યુ હતુ પરંતુ તંત્રી બેદરકારીના પાપે ડભોઈના શંકરપુરા ગામે હજુ સુધી ખેતરોમાં વીજપોલ ધરાશાયી થયેલા પડ્યા છે અને 5 દિવસથી વીજપ્રવાહ બંધ છે.
રાજ્યમાં હાલ માવઠું જગતના તાતને રડાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 5 દિવસ પહેલા મિની વાવાઝોડું સાથે વરસાદ ખાબક્યો હતો. વડોદરાના ડભોઈ તાલુકામાં આ આવેલા શંકરપુરા વિસ્તારમાં તારાજી બાદની હાલાકી હજુ યથાવત છે. જ્યાં ખેતરોમાં વીજપોલ તૂટી જવાથી છેલ્લા 5 દિવસથી વીજ પ્રવાહ બંધ છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં કૂવા સદંતર બંધ હાલતમાં છે. સિંચાઈ માટે કૂવામાંથી પાણી લઈ શકાતું નથી.જેના કારણે પાક સૂકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતનું કહેવું છે કે વીજ કંપનીને અનેક વાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે વીજ પોલનું રિપેરિંગ કરી વીજ પ્રવાહ શરૂ કરાય તેવી માગ છે.
તંત્રની બેદરકારીના પાપે તાતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માવઠુ ગયાને પાંચ દિવસ થયા પરંતુ ખેતરમાંથી ધરાશાયી થયેલી વીજપોલ ઉપાડવા માટે કોઈ ફરક્યુ સુદ્ધા નથી. પાંચ દિવસથી ખેડૂતો વીજપ્રવાહ વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતો પાકને પિયત પણ આપી શક્તા નથી. કુવા સદંતર બંધ છે. ત્યારે ખેડૂતોની માગ છે કે વીજકંપનીના લોકો આવી સત્વરે વીજપ્રવાહ યંત્રવત કરે.
આ પણ વાંચો: ચાતક નજરે ચોમાસાની રાહ જોતા લોકો માટે મહત્વના સમાચાર, 14 થી 15 જુને ગુજરાતમાં દસ્તક દેશે ચોમાસુ- Video