Vadodara : વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં રિક્ષા ખાબકી, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, જૂઓ Video
વડોદરાના (Vadodara) વાઘોડિયામાં ગુરૂકુળ ચાર રસ્તા પાસે જ મસમોટો ખાડો પડ્યો છે. જેમાં રિક્ષા ખાબકી ગઇ હતી, સદનસીબે રિક્ષા ચાલકનો તો આબાદ બચાવ થઇ ગયો, પરંતુ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
Vadodara : ચોમાસાના (Monsoon 2023) સીઝનમાં વડોદરા મહાનગરપાલિકાની (Vadodara corporation) વધુ એક બેદરકારી સામે આવી છે. વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં એક રિક્ષા ખાબકી ગઇ હતી. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોય તેવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો-Surat: ઉધના વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવનારો ઝડપાયો, પોલીસે જાહેરમાં માફી મંગાવી
વડોદરાના વાઘોડિયામાં ગુરૂકુળ ચાર રસ્તા પાસે જ મસમોટો ખાડો પડ્યો છે. જેમાં રિક્ષા ખાબકી ગઇ હતી, સદનસીબે રિક્ષા ચાલકનો તો આબાદ બચાવ થઇ ગયો, પરંતુ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જે ખાડામાં રિક્ષા ખાબકી તે ખાડા પાસે ક્યાંય પણ બેરિકેડ જોવા નથી મળી રહ્યા. ખાડામાં પાણી પણ ભરાઇ ગયું છે. ત્યારે કોર્પોરેશન ખાડો પડ્યા બાદની કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો