Surat: ઉધના વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવનારો ઝડપાયો, પોલીસે જાહેરમાં માફી મંગાવી

સુરત શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વાયરલ થયા હતા.

Surat: ઉધના વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવનારો ઝડપાયો, પોલીસે જાહેરમાં માફી મંગાવી
Surat Police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 06, 2023 | 2:29 PM

Surat : સુરત શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર એક સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં એક ઈસમ રાત્રીના સમયે બાઈક ઉપર આવીને ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવતો જોવા મળે છે.

ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવનાર ઈસમને પોલીસે ઝડપ્યો

આ સીસીટીવી ઉધના પોલીસને હાથ લાગતાની સાથે જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એનએસ દેસાઈ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફને સીસીટીવી બાબતે તપાસ કરવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે સૂચન કર્યું હતું. ઉધના પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે ઉધનાના પટેલ નગર ખાતે આવેલ વાત્સલ્ય એપાર્ટમેન્ટ બહારના સીસીટીવી છે.

આ પણ વાંચો Gujarati Video : સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશનનું તંત્ર એકશનમાં, આરોગ્ય વિભાગે બે લાખથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી

જેમાં એક વ્યક્તિ બે દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. જેના આધારે ઉધના પોલીસે તલવાર સાથે તોફાન મચાવનાર ઈસમ રોશન દુબેને તાત્કાલિક ઝડપી પાડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ સામાજિક ઈસમો પોતાના વિસ્તારની અંદર રોફ જમાવવા માટે સતત આ રીતે પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે પોલીસ પણ હવે તેમની સામે તેમની ભાષામાં તેમની શાન ઠેકાણે પાડવા માટે કામે લાગી છે.

પોલીસે ઈસમને જાહેરમાં માફી મંગાવી

ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તેમના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારના સીસીટીવી વાયરલ થયા છે તે વિસ્તારમાં લઈ જઈને આ ઈસમને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી કે ફરીથી આવી પ્રવૃત્તિ નહીં કરે. કેટલાક કિસ્સાઓમાં શખ્સો પોતાના વિસ્તારમાં રોફ જમાવવા માટે આવા કૃત્યો કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સતત વોચ રાખી રહી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">