Vadodara: મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રનું વધુ એક કારસ્તાન, લાખો રુપિયાની ઠગાઇનો આરોપ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 06, 2024 | 10:51 AM

વડોદરામાં મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ગૌરવ નાડકર સાથે 29.75 લાખ રુપિયાની ઠગાઇનો પુત્ર રિશી અરોઠે પર આરોપ છે. ગોવામાં કસિનો બાર અને કેફેના પ્રોજેક્ટના બહાને ઠગાઈ આચર્યાનો તેના પર આરોપ છે.

વડોદરામાં મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ગૌરવ નાડકર સાથે 29.75 લાખ રુપિયાની ઠગાઇનો પુત્ર રિશી અરોઠે પર આરોપ છે. ગોવામાં કસિનો બાર અને કેફેના પ્રોજેક્ટના બહાને ઠગાઈ આચર્યાનો તેના પર આરોપ છે.

ગૌરવ નાડકર માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ એન્ટરપ્રાઇઝીસ કંપનીનો સંચાલક છે વર્ષ 2019માં થયેલી ઠગાઈ મુદ્દે માંજલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. રિશી અરોઠે, રૂતિકા પરમાર, નવરોહસિંહ, શ્રીનુ ઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અરોઠેના ઘરેથી ત્રણ દિવસ પૂર્વે 1.39 કરોડ રુપિયાની રોકડ મળી હતી. ફરિયાદ નોંધાયા બાદ રિશી અરોઠે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રિશી અરોઠેને ઝડપી પાડવા SOGએ ટીમો બનાવી છે.

શું છે મામલો ?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પોલીસે તેમની પુછપરછ કરી છે. તુષાર અરોઠેની આ વખતે પુછપરછ તેના ઘરેથી થઈ અને પૈસા ભરેલી બેગો મળી આવી છે. પોલીસે વડોદરાના પટપડગંજ વિસ્તારમાં આવેલા તુષારના ઘરેથી એક કરોડ રુપિયા મળ્યા છે. આ પૈસા ક્યાંથી આવ્યા, આનો સોર્સ શું છે, આ સવાલોનો પૂર્વ ભારતીય કોચ પાસેથી કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો- અદાણીની કંપનીમાં રોકાણ કરવા વિદેશ રોકાણકારોએ પડાપડી કરી, અદાણી ગ્રીન એનર્જીના બોન્ડ માટે 7 ગણી અરજીઓ મળી

વડોદરા પોલીસે આ મામલે પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે, તેમણે અરોઠેને આ પૈસાને લઈ કોઈ જવાબ મળ્યો નથી. જેનાથી તે સંતુષ્ટ થઈ શકે, પોલીસે જણાવ્યું કે, તેમણે ઘરે દરોડો પાડતા એક બેગ મળી આવ્યું છે જેમાં કુલ રકમ 1.01 કરોડ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો