વડોદરાઃ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, વિદ્યાર્થી નેતાએ સ્ટાફ સાથે મારામારી કર્યાના થયા આક્ષેપ- Video

વડોદરાઃ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, વિદ્યાર્થી નેતાએ સ્ટાફ સાથે મારામારી કર્યાના થયા આક્ષેપ- Video

| Edited By: | Updated on: Jun 03, 2026 | 7:26 PM

વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન હોબાળો થયો. ABVPના વિદ્યાર્થી નેતાઓએ સ્ટાફ અને ડીન સાથે મારામારી કર્યાના, અપશબ્દો બોલ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એડમિસન પ્રક્રિયામાં વિવાદમાં ABVPના વિરોધ બાદ હોબાળો થયો હતો. કોમર્સ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થી સંગઠન પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થી નેતાએ સ્ટાફ સાથે મારામારી કર્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરોએ મારામારી કરી હોવાના આક્ષેપ કરાયા છે. જેમા ડીનને લાફો માર્યો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ઉગ્ર બોલાચાલીને પગલે એડમિશન પ્રક્રિયા અટકાવાઈ હતી. ડીને સમગ્ર મામલે જણાવ્યુ કે અમને એટલી હદે અપશબ્દો કહેવામાં આવ્યા કે અમે સાંભળીને થાકી ગયા. આ સાથે ડીને પણ ચીમકી ઉચ્ચારી કે અમારા પર હાથ ઉપડશે તો અમે પણ માર મારીશુ.

આ સમગ્ર બબાલ પોલીસની હાજરીમાં થઈ હોવાના આક્ષેપ થયા છે. પોલીસે મારામારી કરનારા ABVPના 5 કાર્યકરોની અટકાયત કરી છે. જો કે ABVPના કાર્યકરોએ મારામારીની વાત નકારી છે.

Input Credit- Anjali Ojha- Vadodara

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

Follow Us