વડોદરાના સાવલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાવલીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેક્ટરીઓના ઓથા હેઠળ વિદેશી દારૂના સંગ્રહસ્થાનો બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ભાદરવા પોલીસે ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 13, 2021 | 8:48 PM

ગુજરાતના(Gujarat)  વડોદરા(Vadodara)  જિલ્લાના સાવલી (Savli) તાલુકાના મંજુસર ગામમાં આવેલી પ્રાઈમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો(Foreign Liquor)  જથ્થો ઝડપાયો છે. જેમાં ભાદરવા પોલીસે અંદાજે 30 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બંધ પડેલા ગોડાઉનના ઓફિસમાં બનાવેલા ભોયરામાં વિદેશી દારૂ છૂપાવ્યો હતો.

આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેક્ટરીઓના ઓથા હેઠળ વિદેશી દારૂના સંગ્રહસ્થાનો બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ભાદરવા પોલીસે ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં હાલમાં થોડા સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક સ્થળોએ દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. તેમજ તેમાં અનેક કેસ પણ કર્યા છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પકડાઈ છે તે પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહી કરવામાં આવે છે.

જેની બાદ વડોદરા શહેરમાં પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દારૂની હેરાફેરી કડક કરવામાં આવી છે. તેમજ અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગેરકાયદે દારૂની હેરફેર પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચાર કોર્પોરેશને નોન વેજ સ્ટોલ દૂર કરવાના આદેશ બાદ લારી સંચાલકોમાં રોષ

આ પણ વાંચો : ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati