વડોદરામાં વરસાદ ખેંચાતા ખરીફ પાકો નિષ્ફળ જવાની ભીતિ, પાક બચાવવા કેનાલમાંથી પાણી છોડવાની ઉઠી માગ- Video
વડોદરા જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે કપાસ ડાંગર અને સોયાબીન જેવા ખરીફ પાકોમાં ખેડૂતોને નુકસાની જઈ શકે છે. જ્યાં કૂલ 1.72 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે ત્યાં આગામી દિવસોમાં જે વરસાદ નહીં આવે તો 5,273 હેક્ટરમાં વાવેલા પાકને ભારે નુકસાન જઈ શકે છે.
વડોદરા જિલ્લાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે આકાશમાંથી વરસાદના વાદળો ગાયબ છે. ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 1.72 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ઓછા વરસાદને કારણે કપાસ, ડાંગર અને સોયાબીનની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
ખાસ કરીને, 5,273 હેક્ટરમાં વાવેલા સોયાબીન અને ડાંગરના પાકને તાત્કાલિક વરસાદની જરૂર છે. જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કપાસના પાક માટે પણ સ્થિતિ ચિંતાજનક છે. કૃષિ નિષ્ણાતોના મતે, આગામી 20 દિવસ કપાસના પાક માટે નિર્ણાયક સાબિત થશે. જો આ સમયગાળામાં વરસાદ નહીં પડે તો કપાસના પાકને મોટો ફટકો પડી શકે છે.
ખેડૂતોની મુખ્ય માંગ છે કે સિંચાઈ માટે કેનાલમાંથી પાણી છોડવામાં આવે. આ વિસ્તાર સિંચાઈથી આવરી લેવાયો હોવાથી કેનાલનું પાણી પાકને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પાકની સ્થિતિ અંગેનો અહેવાલ મંગાવ્યો હતો, જે તંત્ર દ્વારા સરકારને મોકલી દેવામાં આવ્યો છે. હાલ પૂરતી રાહત આપવા માટે સરકારે ખેડૂતોને વીજળીનો સમય વધારી આપવાનો આદેશ આપ્યો છે, જેથી તેઓ સિંચાઈ કરી શકે. જોકે, માત્ર વીજળીનો સમય વધારવાથી આ પ્રશ્ન હલ થશે કે કેનાલનું પાણી છોડવું પડશે, તે મોટો સવાલ છે.
Bricks India 2026: બંગાળની ફેમસ નિમકી થી લઈને તમિલનાડુના મુરુક્કુ સુધી, વિદેશી મહેમાનોને પિરસાશે આ સ્વાદિષ્ટ ડિશીસ
