Breaking News : રિકન્સ્ટ્રકશનના નામે આરોપીઓનુ સરઘસ કાઢવા બદલ વડોદરા પોલીસ પાસે હાઈકોર્ટે માગ્યો જવાબ, જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2026 | 1:01 PM

વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ 2025 શરૂ થાય તે પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો એક પ્રયાસ બન્યો હતો. મોડી રાત્રે પસાર થઈ રહેલી ગણેશજીની પ્રતિમા પર અજાણ્યા શખ્સોએ ઇંડા ફેંકી માર્યા હતા. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ગણેશ મહોત્સવ 2025માં વડોદરા શહેરમાં ભગવાન શ્રીગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેકી શાંતિ ડહોળનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી પૈકી 1 આરોપી સગીર હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી.

હાઈકોર્ટે પોલીસ પાસેથી માંગ્યો જવાબ

વડોદરામાં ગત ઓગસ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત 6 અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે 5 આરોપીની અરજી સ્વીકારી છે. રિકન્સ્ટ્રક્શનના નામે પરેડ કરાવી શકાય નહીં થેવું હાઈકોર્ટે કહ્યું છે. સુપ્રીમના નિર્દેશોનું ઉલ્લંઘન કરી આરોપીઓનું સરઘસ કાઢવા મુદ્દે HCએ જવાબ માગ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં પાણીગેટ નજીક આ ઘટના બની હતી. ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ વિવાદ સર્જાયો હતો.

ઘટના શું હતી?

ગણેશ મહોત્સવ 2025ના એક દિવસ પહેલા મોડી રાત્રે ગણેશજીની સવારી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ અચાનક ગણેશજીના પ્રતિમા પર ઇંડા ફેંકી માર્યા હતા. જેના કારણે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો, Breaking News : બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી, આરોપીઓ પૈસા લઈ ફરાર થયા, જુઓ Video

Follow Us