વડોદરાના(Vadodara)હરિધામ સોખડા(Sokhda Haridham)મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરમાં સેવા આપનાર એક યુવકે સરલ સ્વામી પર ગંભીર આક્ષેપ કર્યા છે. સરલ સ્વામીએ તેની સાથે સાડા ચાર વર્ષ અગાઉ શારીરિક શોષણનો(Molestation) પ્રયાસ કર્યાનો યુવકે આક્ષેપ લગાવ્યો છે. તેણે સરલ સ્વામી પર એવો પણ આરોપ મુક્યો છે કે જે-તે સમયે મંદિરમાં સેવા આપનાર તેજસ નામના યુવક સાથે પણ સરલ સ્વામીએ ત્રણથી ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ. જો કે હાલમાં તેજસ જીવીત નથી. પરંતુ આ બંને મામલે આ યુવકે 31 માર્ચ 2022ના દિવસે સરલ સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, સોખડા હરિધામ સંસ્થાના કર્તાહર્તા એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ મંદિરમાં જૂથવાદ વધ્યો અને હરિધામ સોખડાની ગાદી હસ્તક કરવા બે જૂથો વચ્ચે કાવાદાવા શરૂ થયા. એકબીજાનું નીચુ દેખાડવા બંને જૂથે આમને-સામને અનેક આક્ષેપ કર્યા અને નીતનવા વિવાદ શરૂ કર્યા. ઉલ્લેખનિય છે કે હરિપ્રસાદ સ્વામીએ પોતાની હયાતીમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને સંસ્થાના સંચાલનની જવાબદારી સોંપી હતી.પરંતુ હરિધામમાં એક જૂથ પ્રબોધ સ્વામીને ગુણાતીત માને છે…અને પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો પ્રબોધ સ્વામીને ગુરૂપદે સ્વીકારવા તૈયાર નથી.
મહત્વપૂર્ણ છે કે મંદિરમાં ઘર કરી રહેલા જૂથવાદ મુદ્દે જે તે સમયે હરિપ્રસાદ સ્વામી લાલ આંખ કરી ચૂક્યા હતા. આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા હાલ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે તેમજ પ્રબોધ સ્વામીને આણંદના બાકરોલ આશ્રમમાં જવા આદેશ આપ્યો છે તેમજ મહિલાઑને નિર્ણયનગર આશ્રમમાં જવા માટે આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : GSRTC દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે વધુ બસો દોડાવશે
આ પણ વાંચો : અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 8:39 pm, Fri, 22 April 22