Vadodara: ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં અદાલતે છ આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરામાં(Vadodara) મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું 225 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ATSએ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
વડોદરાની (Vadodara) કેમિકલ ફેક્ટરીમાંથી ડ્રગ્સ(Drugs) ઝડપાવવાના કેસમાં છ આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે..વડોદરા NDPS કોર્ટે છ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પોલીસે બે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા..જ્યારે આજે ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું 225 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ATSએ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે..રિમાન્ડ દરમિયાન આરોપીઓ ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા અને ક્યાં સપ્લાય કરતા હતા તે અંગે પૂછપરછ કરાશે.
કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત એક હજાર કરોડ કરતા વધુની થવા જઈ રહી છે. કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી . આ કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે. ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.





