Vadodara : સાવલી તાલુકાના કરચીયા ગામમાંથી ગેરકાયદે જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ
વડોદરાના(Vadodara) સાવલી(Savli) તાલુકાના કરચીયા ગામમાંથી ગેરકાયદે જંતુનાશક(Pestiside) દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે.
વડોદરાના (Vadodara) સાવલી(Savli) તાલુકાના કરચીયા ગામમાંથી ગેરકાયદે જંતુનાશક(Pestiside) દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં બાતમીને આધારે સાવલી પોલીસે કરચીયા ગામમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમી રહેલી ફેક્ટરીમાં તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન આ ફેક્ટરી સરકારની કોઇ પણ મંજૂરી વિના ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે ફેકટરી સંચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી.. સાથે જ ફેક્ટરીમાંથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ફેકટરીમાં જંતુનાશક દવા બનાવવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.જો કે હાલ તો પોલીસે FSLની મદદથી આ ફેક્ટરીમાં કોઈ નશીલા પદાર્થ બનતા હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
