વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની કરી માગ

| Edited By: | Updated on: May 18, 2026 | 3:24 PM

વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડનો મામલો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ પટેલ સહિત કોંગ્રેસના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર તેમજ અન્ય કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આશિષ જોશીને નિર્દોષ જાહેર કરી જેલમુક્ત કરવાની માગ કરી છે.

વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની દારૂના જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીને જામીન આપી દેવાતા કોંગ્રેસ નેતાઓમાં રોષ ફેલાયો છે. આજ કારણોસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી સહિતના કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કટેરીએ આવેદનપત્ર આપવા માટે એક્ઠા થયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓએ એક્ઠા થઈ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો અને આશિષ જોશીને જેલમુક્ત કરવાની માગ કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખે સંખેડા પોલીસ સ્ટેશનના PI પર ભાજપના હાથો બનીને કામ કરવાનો આક્ષેપ કરતા કહ્યુ કે આશિષ જોશી સામે ખોટા કેસ ઉભા કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ભાજપ દ્વારા ચૂંટણી સમયથી તેમના તમામ કોંગ્રેસના ઉમેદવારોની પોલીસના માધ્યમથી હેરાનગતિ કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલ જીતવાની પુરી શક્યતા છે દેખાઈ આવતી હતી. જનતાનો વિશ્વાસ કોંગ્રેસ પર છે ત્યારે યેનકેન પ્રકારે 24 એપ્રીલના રોજ આશિષ જોશી પર ખોટી કલમો લગાવી પોલીસ કેસ ઉભો કરવામાં આવી. શહેર કોંગ્રે પ્રમુખે જણાવ્યુ કે તેમની માગણી છે કે તાત્કાલિક ધોરણે સંખેડાના PI ને સસ્પેન્ડ કરવામાં આવે. એ PI ભાજપના એજન્ટની જેમ કામ કરે છે. સંખેડાના PI લોકલ ધારાસભ્યના ઈશારે કામ કરી રહ્યા છે. તેમણે સીસીટીવી ફુટેજ જાહેર કરવાની માગ કરી છે.

તેમનો આક્ષેપ છે કે જે પ્રકારે મુખ્ય આરોપીને જામીન આપી દેવાયા છે અને આશિષ જોષીને કિન્નાખોરી રાખીને ફસાવવામાં આવી રહ્યા છે. હાલ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયિક તપાસ થાય અને આશિષ જોશીને જેલમુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. આ સાથે સંખેડાના PI સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.

Input Credit- Anjali Ojha- Vadodara

મહારાષ્ટ્રમાં મહિલા સાથે બર્બરતા: પોલીસની હાજરીમાં પહેલા કપડા ફાડ્યા, અમાનુષી માર માર્યો, અર્ધ નગ્ન કરી પરેડ કરાવી, ચપલોનો હાર પહેરાવ્યો-જુઓ Video

Published on: May 18, 2026 03:24 PM
Follow Us