Breaking News : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી, સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગી

| Edited By: | Updated on: Dec 18, 2025 | 11:37 AM

હજુ તો ગઇકાલે અમદાવાદ તથા ગાંધીનગરની કેટલીક જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ થયેલ હડકંપ શાંત નથી થયો, ત્યાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે પછી કચેરીમાં કામ કરતા તમામ લોકોમાં દોડધામ મચી ગઇ છે. પોલીસ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્થળ પર પહોંચીને તપાસમાં જોતરાઇ છે. 

વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં કરાય તો બોંબથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ધમકી મળતા જ તાત્કાલિક અસરથી કચેરીમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી અને કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી.

મહત્વનું છે કે અગાઉ પણ ગુજરાતમાં અનેક જિલ્લાની શાળા અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળેલી છે. જે  પછી પોલીસ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમોએ પહોંચીને તપાસ પણ કરેલી હતી. જો કે કોઇ ઘટનામાં શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી. જો કે સાવચેતીના ભાગ રુપે દર વખતે શાળા અને કચેરીઓને ખાલી કરાવી દેવામાં આવે છે. આજની ઘટનામાં પણ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ખાલી કરાવવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 18, 2025 11:31 AM