Vadodara: પાદરામાં કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયોમાં પછી શું થયુ ?

પોલીસ કર્મીઓ પૈકી એક આ કારને હાથ બતાવીને રોકવાનો પ્રયાસ કરે છે. જોકે કાર ચાલકને જાણે કઈ પડી જ ન હોય તેમ તે પોલીસની ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:49 AM

વડોદરા (Vadodara)માં પોલીસ અને કાયદાનો જાણે લોકોને ડર જ ન રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. વડોદરાના પાદરા (Padara)માં એક કાર ચાલકે પોલીસ કર્મી (Police)  પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. લોકો બિન્દાસ્ત બનીને પોલીસ અને કાયદાના ડર વગર ફરી રહ્યા છે. વડોદરાના પાદરામાં પોલીસ કર્મીઓ તેમની ફરજ પર હતા. પોલીસ કર્મીઓ આવતા જતા શકમંદ વ્યક્તિઓની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન એક કાર આવતી પોલીસ કર્મીઓને દેખાય છે.

ઊભેલા પોલીસ કર્મીઓ પૈકી એક આ કારને હાથ બતાવીને રોકવાનો પ્રયાસ કરે છે. જોકે કાર ચાલકને જાણે કઈ પડી જ ન હોય તેમ તે પોલીસની ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે જે પોલીસકર્મીઓ લોકો પાસે અમલ કરાવવાનો પ્રયાસ કરે છે. તે કાયદા અને પોલીસનો આદર જ ન હોય તેવુ આ વીડિયોમાં જોવા મળે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે કાર ચાલક બ્રેક લગાવવાના બદલે સ્પીડ વધારી કારને આગળ જવા દે છે. કાર ચાલકનું આવુ કૃત્યુ જોયા બાદ પોલીસકર્મી તેનો પીછો કરે છે અને તેને રોકે છે. ત્યારબાદ પણ કાર ચાલકની દાદાગીરી ઓછી ન થતી હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 16,617 કેસ નોંધાયા, 19 મૃત્યુ

આ પણ વાંચો- Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મચારી સાથે બબાલ, 3 સામે ફરિયાદ નોંધાઈ

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">