Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:54 PM

સુરત ગ્રામ્ય પોલીસે મરોલી વિસ્તારમાંથી 10 થી 12 હજારની કિંમતનો દારૂ ઝડપી પાડીને બુટલેગરો વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં મરોલી પોલીસ સ્ટેશનના 7 જેટલા પોલીસ કર્મીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેથી તેઓને ફરજમાં બેદરકારી બદલ હાલમાં સસ્પેન્ડ કરાયા છે

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે વારંવાર પોલીસ (police)  વિભાગને સુચના આપવામાં આવતી હોવા છતાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ દારૂની હેરફેર તથા વેચાણ થતું હોવાનું જોવા મળતું હોય છે. આવી જ ઘટના નવસારી જિલ્લામા મરોલી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની છે. જેમાં દારૂની હેરફેર તેમજ વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ જવાના આરોપ સાથે ફરજમાં બેદરકારી બદલ 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

હજુ ગત સપ્તાહમાં મરોલી (Maroli) પોલીસ સ્ટેશન (police station)ના પીઆઇની બદલી કરાઈ હતી છતાં બાકીના કર્મીઓની કામગીરીમાં સુધારો ન થતાં જિલ્લા પોલીસ વડાને આ પગલું ભરવું પડ્યું છે. તેમણે IGના હુકમથી ફરજમાં બેદરકારી બદલ આ જવાનોને સસ્પેન્ડ (suspende) કર્યા છે.

લગભગ છ માસ પૂર્વે IG દ્વારા રાજ્યમાં દારૂનું વેચાણ અને હોરાફેરીની પ્રવૃતીને ડામવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં એક જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અન્ય જિલ્લામાં જઈને દારૂના વેચાણની પ્રવૃત્તિ ડામે તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ ડ્રાઈવ દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસે મરોલી વિસ્તારમાંથી 10 થી 12 હજારની કિંમતનો દારૂ ઝડપી પાડીને બુટલેગરો (Bootlegger) વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં મરોલી પોલીસ સ્ટેશનના 7 જેટલા પોલીસ કર્મીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેથી તેઓને ફરજમાં બેદરકારી બદલ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં યુએએસઆઈ સીતારામ શંકરભાઈ ભોયે, હેડ કોન્સ્ટેબલ નિકુલપરી બલદેવપરી ગોસ્વામી, કોન્સ્ટેબલ અતુલ અશોક કુમાર સિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ ધર્મેશકુમાર મફતભાઈ ભોઈ, કોન્સ્ટેબલ નિતેશકુમાર જયેશ ભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ શૈલેષકુમાર બહાદુરભાઇ પરમાર, કોન્સ્ટેબલ રમેશકુમાર નાગજી ભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?

આ પણ વાંચોઃ Surat: 121 યુગલના એક સાથે થશે ઓનલાઇન સમુહ લગ્ન, જાણો કેવી રીતે કરાયુ સમુહ લગ્નનું આયોજન

g clip-path="url(#clip0_868_265)">