Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મચારી સાથે બબાલ, 3 સામે ફરિયાદ નોંધાઈ

તાપી જિલ્લામાં વનવિભાગના કર્મચારીઓ સાથે બબાલ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ થયો. જેમાં વનવિભાગના મહિલા ફોરેસ્ટર સાથે લોકો બબાલ કરતા જોવા મળે છે. મહિલા કર્મીએ 3 સામે ફરિયાદ નોંધાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:42 PM

તાપી જિલ્લામાં વનવિભાગના કર્મચારીઓ સાથે બબાલ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ થયો. જેમાં વનવિભાગના મહિલા ફોરેસ્ટર સાથે લોકો બબાલ કરતા જોવા મળે છે. આ ઘટનાને પગલે મહિલા ફોરેસ્ટરે સરકારી કામમાં રુકાવટ અને હાથ પકડી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ આપી છે. વ્યારા પોલીસે જયરામ ગામીત, પ્રકાશ ગામીત અને બાલાજી ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

વ્યારાના ઝાંખરીમાં વનકર્મીઓ સાથે બબાલ કરનારા સે જયરામ ગામીત, પ્રકાશ ગામીત અને બાલાજી ગામીત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વન વિભાગના કર્મચારીઓ ખાડા ખોદવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ખાડા અમારી હદમાં કેમ ખોદ્યા છે તેવું કહી 3 વ્યક્તિએ તેમની સાથે બબાલ કરી હતી અને ભભદ્ર ભાષામાં વાત કરી હતી. જેથી વન વિભાગના આરએફઓ વ્યારા પોલીસમાં ગુનો નોંધાવવામાં આ‌વ્યો હતો.

ઘટના એવી છે કે વ્યારા તાલુકાના બારા ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતાં રીનાબેન ચૌધરી વ્યારાના ઝાંખરી બીટમાં આવેલા કમ્પાઉન્ડ નંબર-275માં જંગલ ખાતાની જમીનમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન સોનગઢ તાલુકાના શ્રાવણિયા ગામના જયરામ ગામીત, વ્યારાના પ્રકાશ ઉર્ફે પ્રજ્ઞેશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના નાના સાતલિયાના રહેવાશી બાલાજી ગામીતે વન વિભાગના સ્ટાફ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

ખાડા ખોદવાની કામગીરી કરતા વનકર્મીઓને ત્રણેય આરોપી સહીતના ટોળાએ ધમકી આપી હતી જેમાં મહિલાઓ પણ સામેલ હતી. જયરામ ગામીત અને અન્ય આરોપીઓએ વન વિભાગની મહિલાનો હાથ પકડી લીધો હતો અને અભદ્ર ભાષા પણ વાપરી હતી જેથી વનકર્મીઓએ ત્રણેય વિરુદ્ધ પોલીસમાં સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ Surat: 121 યુગલના એક સાથે થશે ઓનલાઇન સમુહ લગ્ન, જાણો કેવી રીતે કરાયુ સમુહ લગ્નનું આયોજન

આ પણ વાંચોઃ Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?

Follow Us:
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">