AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Breaking News : ગરબાની ભીડમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય, ખેલૈયાઓના મોંઘા ફોનની ચોરીથી ખળભળાટ ! જુઓ Video

Vadodara Breaking News : ગરબાની ભીડમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય, ખેલૈયાઓના મોંઘા ફોનની ચોરીથી ખળભળાટ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 12:31 PM
Share

નવરાત્રીના ગરબા દરમિયાન ભારે ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી છે. ખેલૈયાઓએ મોંઘા iPhone સહિતના મોબાઈલ ચોરાયાની ફરિયાદ કરી છે. બીજી તરફ, પોલીસ આશરે 21 મોબાઈલ સંબંધિત વિગતોના આધારે તપાસ કરી રહી છે.

નવરાત્રીના ગરબા દરમિયાન ખેલૈયાઓના મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ સામે આવતાં ચિંતા વધી છે. ગરબાના મેદાનમાં ભારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરો ખેલૈયાઓના ખિસ્સામાંથી મોંઘા મોબાઈલ ફોન ચોરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. ખેલૈયાઓના જણાવ્યા અનુસાર, મોબાઈલ ચોરીની ઘટનાઓથી મુશ્કેલી ઊભી થઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

પાણીના સ્ટોલ પાસેની ભીડમાં મોબાઈલ ચોરીની ફરિયાદ

ખેલૈયાઓના જણાવ્યા અનુસાર, પાણીની બોટલ લેવા માટેના સ્ટોલ પાસે ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોના ખિસ્સામાંથી મોંઘા મોબાઈલ ફોન ગાયબ થઈ ગયા હતા. ચોરી થયેલા ફોનમાં iPhone 15 Pro, 16 Pro અને 17 Pro જેવા મોંઘા મોડલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેલૈયાઓએ જણાવ્યું કે તેમણે તાત્કાલિક ગરબા આયોજકોને જાણ કરી હતી. પરંતુ યોગ્ય મદદ મેળવવામાં સમય વેડફાયો હોવાની તેમની ફરિયાદ છે. પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, ચોરી થયેલા તમામ ફોનની કુલ કિંમત અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

પોલીસ તપાસમાં જોડાયેલા આશરે 21 મોબાઈલ

પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 21 મોબાઈલ ફોન સંબંધિત ફરિયાદો અથવા વિગતો તપાસ સાથે જોડાયેલી છે. પોલીસ ટીમો દ્વારા એન્ટ્રી ગેટ અને સ્કેનિંગ ગેટ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગરબા દરમિયાન મોબાઈલ ચોરી કરતી ટોળકી પકડાઈ હોવાનો ઉલ્લેખ કરતાં પોલીસે આ વખતે પણ કોઈ સંગઠિત ગેંગ સક્રિય છે કે અન્ય કોઈ રીતે ચોરી થઈ રહી છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ગરબામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી ખેલૈયાઓએ પોતાના મોબાઈલ અને કિંમતી વસ્તુઓ સાચવવા અપીલ કરવામાં આવે છે. સાથે જ ચોરીની ફરિયાદ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી છે.

આ પણ વાંચો, Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">