AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video

Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 12:11 PM
Share

સુરતમાં નવરાત્રીના પાવન અવસર પર સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડુમસ ક્ષેત્રમાં પોલીસની વિશેષ ટીમ અને ટેક્નોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવામાં આવી છે.

સુરતના ડુમસ રીજનમાં ત્રણ મોટા કમર્શિયલ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેના અંતર્ગત 10થી વધુ ટીમો સક્રિય છે. દરેક ડોમમાં શી ટીમ (She Team) પણ સક્રિય રીતે ફરજ બજાવી રહી છે.PCR વાહનો દ્વારા સતત ક્રોસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે. આ વખતે એક નવો ઇનોવેટિવ કોન્સેપ્ટ મોબાઈલ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. આ મોબાઇલ હેલ્પ ડેસ્કની મહિલા સ્ટાફ પોલીસ બાઈક પર સતત પેટ્રોલિંગ કરે છે અને ડુમસ રીજનમાં કોઈપણ મહિલા કે બાળકને મદદની જરૂર પડે તો તુરંત સહાયતા પૂરી પાડે છે.

મહિલા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત

ડોમની અંદર અને બહાર અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. ડોમની અંદરની ટીમો મુખ્યત્વે મહિલા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બહારની ટીમો ટ્રાફિક નિયમન, લો એન્ડ ઓર્ડર (Law and Order) જાળવવા અને રસ્તાઓ ક્લિયર કરવાનું કામ કરે છે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ વખતે ત્રણેય ડોમમાં AI કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા લાઈવ ફૂટેજ સીધા કંટ્રોલ રૂમ સુધી પહોંચી રહ્યા છે અને તેના આધારે ફૂટ કાઉન્ટ (લોકોની સંખ્યા) ની માહિતી પણ મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો, શિંગડાંવાળી કે શિંગડાં વગરની, કઈ ગાયનું દૂધ વધારે પૌષ્ટિક અને ઘટ્ટ હોય છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">