Vadodara Breaking News : તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલાં સો વાર વિચારજો, વડોદરાની દાસ પેંડાની દુકાનમાંથી અખાદ્ય કાજુ કતરી મળતા મચ્યો હોબાળો! જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2026 | 12:26 PM

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ઘરમાં અને સગા-સંબંધીઓ માટે મીઠાઈની ખરીદીમાં પણ વધારો થયો છે. લોકો વિવિધ પ્રકારની મીઠાઈઓ ખરીદી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં મીઠાઈની ગુણવત્તાને લઈને ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. શહેરની જાણીતી દાસ પેંડાની કાજુ કતરીમાં ફૂગ મળી હોવાનો એક ગ્રાહકે દાવો કર્યો છે.

સૂત્રો અનુસાર, ગ્રાહકે દાસ પેંડામાંથી કાજુ કતરી ખરીદી હતી. ઘરે લઈ ગયા બાદ મીઠાઈ ખોલતા તેમાં ફૂગ જોવા મળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. એટલું જ નહીં, મીઠાઈમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે ગ્રાહકે હોબાળો કર્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

મીઠાઈના બોક્સ પર એક્સપાયરી ડેટ નહોતી

ગ્રાહકના જણાવ્યા અનુસાર, મીઠાઈના બોક્સ પર એક્સપાયરી ડેટ પણ દર્શાવવામાં આવી નહોતી. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ બાદ અખાદ્ય હોવાનો આક્ષેપ કરવામાં આવેલી મીઠાઈનો નમૂનો લેબોરેટરીમાં તપાસ માટે જમા કરાવવામાં આવ્યો છે.

હાલ મીઠાઈનો નમૂનો લેબોરેટરીમાં તપાસ હેઠળ છે અને રિપોર્ટ આવ્યા બાદ મીઠાઈની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોવાથી ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સાવચેતી જરૂરી છે. ગ્રાહકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

આ પણ વાંચો, Breaking News: અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, મુસાફરોની હેરાનગતિ રોકવા પોલીસ પોઈન્ટ ગોઠવાયા, જુઓ Video

Published on: Sep 08, 2026 11:45 AM
Follow Us
Loading...
Unable to load recommendations.