Breaking News : વનકર્મી પર હુમલો કરનાર સિંહને શોધવા વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી, જુઓ Video
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના બારપટોળી સીમમાં બીમાર સિંહને બચાવવા ગયેલા વનકર્મીઓ પર જ સિંહનો જીવલેણ (Lion Attack ) હુમલો કર્યો હતો. અમરેલી ફોરેસ્ટર ( Forest Officer) અને ટ્રેકર પર હુમલો કરી સિંહ નાસી છૂટતા તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સિંહને શોધવા વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી હતી. 10 કિલોમીટર વિસ્તારને અલગ-અલગ રીતે સ્કેન કરાયો હતો.
થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના બારપટોળી સીમમાં બીમાર સિંહે રેસ્કયુ ઓપરેશન દરમ્યાન ફોરેસ્ટર ( Forest Officer) અને ટ્રેકર્સ ઉપર હુમલો કર્યો હતો. ટ્રેકર્સ ગંભીર સ્થિતિમાં ભાવનગર ખસેડાયા બાદ વનવિભાગનુ સિંહ (Lion)ને પકડવા માટે રાતભર મેગા ઓપરેશન હાથ ધર્યું પરંતુ સિંહની કોઈ ભાળ મળતી નથી જેના કારણે લોકોમા પણ ભયનો માહોલ છવાયો હતો.
10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
અમરેલીમાં વનકર્મચારી પર હુમલો કરનારા સિંહની શોધખોળ હજુ ચાલું છે. રાજુલાના નવી બારપટોળી ગામની સીમમાં સિહે હુમલો કર્યો હતો.સિંહને શોધવા વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી હતી. 10 કિલોમીટર વિસ્તારને અલગ-અલગ રીતે સ્કેન કરાયો હતો.આધુનિક ટેક્નોલોજીની મદદ છતાં કાંઈ મળ્યું નહી. સિંહ વિસ્તાર છોડીને અન્ય સ્થળે ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હુમલો કરનારા સિંહની શોધમાં વનવિભાગની ટીમો કામે લાગી છે.
સિંહે ફોરેસ્ટર પર હુમલો કર્યો
અમરેલીના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં 9 વર્ષથી વધુ ઉંમરના બીમાર સિંહના રેસ્ક્યૂ માટે વનવિભાગની ટીમ પહોંચી હતી, ત્યારે સિંહે ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયા પર હુમલો કર્યો હતો. બંનેને ગંભીર ઈજાઓ થતાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે શેત્રુંજી DCF, ACF અને ગીર પૂર્વ ACF સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હુમલો કર્યા બાદ સિંહ નાસી છૂટ્યો. ત્યારે સિંહનું લોકેશન મેળવવા રાજુલા-જાફરાબાદ સહિત વનવિભાગના મોટા કાફલાએ મધરાતથી વહેલી સવાર સુધી મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું. જો કે હાલ આ બિમાર સિંહ અન્ય લોકો પર હુમલો ન કરી દે તેવો પણ ભય ફેલાયો છે.
સિંહને પકડવા માટેની કવાયત હાથ ધરી
સિંહ હુમલો કર્યો તે વિસ્તાર ચારે તરફ વિવિધ ખેડૂતોના પાક બાવળની કાટ સહિત જેવો ભરચક વિસ્તાર હોવાથી સિંહને શોધવમાં મુશ્કેલી સર્જાય હતી તેમ છતા સિંહનું લોકેશન લેવા માટે વનવિભાગએ રાતભર મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વનવિભાગની ટીમો દ્વારા સિંહને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી બીજી તરફ વનવિભાગ દ્વારા રિંગ પાંજરૂ સહિત અલગ અલગ પાંજરા મુકવામા આવ્યું હતુ આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરી પરંતુ સિંહની કોઈ ભાળ મળી નથી અને સિંહ ઇજાગ્રસ્ત અશક્ત હોવાથી રેસ્કયુ કરવા માટેની કામગીરી દરમ્યાન ઘટના સામે આવી છે.
મધરાતથી રાજુલા જાફરાબાદ સહિત વનવિભાગના મોટા કાફલા સાથે વહેલી સવાર સુધી સ્કેનિંગની કામગીરી રાખવામાં આવી છતાં સિંહની કોઈ ભાળ મળી નહિ જેના કારણે વનવિભાગ પણ ચિંતામા મુકાયુ છે અને સતત મોનીટરીંગ કરવામા આવી રહ્યું છે.