વડોદરા: બોટ ચાલકની બેદરકારીથી જીવ ગયા હોવાનો શાળા સંચાલકનો દાવો, જુઓ વીડિયો

વડોદરા: બોટ ચાલકની બેદરકારીથી જીવ ગયા હોવાનો શાળા સંચાલકનો દાવો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 30, 2024 | 2:44 PM

ગઇકાલે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 27 બાળકો ડૂબ્યા હતા, ત્યારે બોટ ચાલકની બેદરકારીને કારણે જ મોત થયા છે. આ દાવો સનરાઈઝ સ્કૂલના સંચાલકે કર્યો છે. સંચાલકનું કહેવું છે કે શિક્ષકો ઈનકાર કર્યો છતાં વધુ બાળકોને બોટમાં બેસાડાયા હતા.

વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ મોટો દાવો કર્યો છે. શિક્ષકોએ બોટમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે.જો કે બોટ સંચાલકની મનમાનીના કારણે જ બાળકો અને શિક્ષકોનો ભોગ લેવાયો હોવાનું શાળફા સંચાલકે જણાવ્યુ છે.

ગઇકાલે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 27 બાળકો ડૂબ્યા હતા, ત્યારે બોટ ચાલકની બેદરકારીને કારણે જ મોત થયા છે. આ દાવો સનરાઈઝ સ્કૂલના સંચાલકે કર્યો છે. સંચાલકનું કહેવું છે કે શિક્ષકો ઈનકાર કર્યો છતાં વધુ બાળકોને બોટમાં બેસાડાયા હતા. તેમને એવું જણાવવામાં આવ્યુ હતુ કે આ તેમનું રોજનું કામ છે અને બોટ ચાલકે બોટ ચાલુ કરી દીધી. જે બાદ ઉતાવળમાં ક્ષમતા કરતાં વધુ બાળકો સાથે શિક્ષકોને બેસાડાયા હતા. આમાં માત્ર અને માત્ર જવાબદારી બોટ ચાલક તેમજ રાઈડ સંચાલકોની છે.

આ પણ વાંચો-બ્રેકિંગ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય સી જે ચાવડાએ આપ્યું રાજીનામુ

શાળા સંચાલકે દાવો કર્યો છે કે તેમની તરફથી તમામ તકેદારીના પગલાં લેવાયા હતા. 82 બાળકોને લઈને પિકનિક માટે ગયા હતા અને બાળકોને સાચવી શકે તેટલા માટે શિક્ષકોની પણ સંખ્યા હતી. જો કે દુર્ઘટના બાદ બોટ ચાલક અને મેનેજર સહિતના લોકો ભાગી ગયા હતા. સ્થાનિકો સાથે મળીને બીજા લોકોએ બચાવની કામગીરી કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 19, 2024 12:33 PM