વડોદરા બોટ દુર્ઘટના : મુખ્ય આરોપી બિનીત કોટિયા રિમાન્ડ પર, યુથ કોંગ્રેસ નેતાએ તેના પર ફેંકી શાહી, જુઓ વીડિયો
પોલીસે ગતરોજ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બિનીત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે કોર્ટમાં તેને લઇ જવાતા સમયે તેના પર શાહી ફેંકવામાં આવી હતી.
વડોદરાના હરણી તળાવની હોનારત મામલે પોલીસે આરોપી બિનીત કોટિયાને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ગતરોજ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બિનીત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે કોર્ટમાં તેને લઇ જવાતા સમયે તેના પર શાહી ફેંકવામાં આવી હતી.
યુથ કોંગ્રેસના કુલદીપસિંહે શાહી ફેંકી
વડોદરાના હરણી તળાવમાં થયેલી ગોઝારી ઘટના બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે આરોપી બિનિત કોટિયાની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે બિનિતને કોર્ટમાં લઇ જવાતો હતો, તે દરમિયાન યુથ કોંગ્રેસના કુલદીપસિંહે આરોપી બિનિતનું મોઢું કાળુ કર્યું અને તેના પર કાળી શાહી ફેંકી હતી. ઘટના બાદ પોલીસે કુલદીપસિંહની અટકાયત કરી છે.
ગોપાલ શાહ છત્તીસગઢથી ઝડપાયો
તો બીજી તરફ આ જ કેસમાં ગોપાલ શાહ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયો છે. કંપનીનો મુખ્ય સંચાલક અને કોર્પોરેશનનો પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહને પોલીસે છત્તીસગઢના રાયપુરથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યો છે. ગોપાલ શાહને વડોદરા લાવીને તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે.
શું હતી ઘટના ?
ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
કોણ છે બોટકાંડના આરોપીઓ ?
- ભીમસિંગ યાદવ
- રશ્મીકાંત પ્રજાપતિ
- વેદપ્રકાશ રામપથ યાદવ
- અંકિત મહેશભાઇ વસાવા
- નયન પ્રવિણભાઇ ગોહીલ
- શાંતિલાલ ઇશ્વરભાઇ સોલંકી
- ગોપાલ શાહ
- બિનીત કોટિયા, મુખ્ય સંચાલક
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
