સંસ્કારી નગરી વડોદરામાંથી… ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ, જુઓ Video
વડોદરાના ટીપી-13માં ચાલુ બાઈક પર યુગલની અભદ્ર હરકતોનો વીડિયો વાયરલ થયો છે. 'રીલ' બનાવવા માટે થયેલી આ બેદરકારીએ માત્ર તેમની જ નહીં, પણ અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા.
વડોદરાના ટીપી-13 વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને શરમજનક બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક યુગલ ચાલુ બાઈક પર અભદ્ર વર્તન કરતું જોવા મળે છે. વીડિયોમાં યુવક બુલેટ બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી આગળ બેસેલી છે. બંને ચાલતી બાઈક પર ભાન ભૂલી અશ્લીલ હરકતો કરતા નજરે પડે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય એક વાહનચાલકે રેકોર્ડ કર્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, TV9 આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
પ્રાથમિક માહિતી મુજબ, યુગલ “રીલ” બનાવવા માટે આ રીતે જોખમી અને બેદરકારીભર્યું વર્તન કરી રહ્યું હતું. આજકાલ સોશિયલ મીડિયા પર લાઈક અને વ્યૂઝ મેળવવાની હોડમાં કેટલાક યુવાનો પોતાની મર્યાદા અને સલામતી બંને ભૂલી જાય છે. આ ઘટનામાં પણ તેઓએ માત્ર પોતાનો જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુક્યો હતો.
આ વીડિયો માત્ર યુવાનોની બદલાતી માનસિકતા પર પ્રશ્નો ઊભા કરતો નથી, પરંતુ ટ્રાફિક સલામતી અંગે પણ ગંભીર ચિંતા ઊભી કરે છે. આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
CM અને DyCM સહિતના અગ્રણીઓએ ખાધી ‘ઝાલમૂડી’