વાડિનાર : 26/11 ના હુમલાની સાવચેતીના ભાગ રુપે ભારતીય કોસ્ટગાર્ડે જળસીમા પર પેટ્રોલિંગમાં કર્યો વધારો, જુઓ વીડિયો
ભારતીય જળસીમા વિસ્તારમાં ભારતીય કોસ્ટગાર્ડે સુરક્ષામાં વધારો કર્યો છે.આજથી 15 વર્ષ પહેલા ભારતમાં 26/11નો હુમલો થયો હતો. જેના પગલે કોસ્ટગાર્ડે સતર્કતાના ભાગ રુપે દરિયા કિનારા પર પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલ રાકેશ પાલનો પાકિસ્તાન સરહદ સાથેના ભારતીય દરિયાકાંઠાના વિસ્તારને સુરક્ષિત કરવા માટે લેવામાં આવેલા પગલાં લેવામાં આવ્યા છે.
ભારતીય જળસીમા વિસ્તારમાં ભારતીય કોસ્ટગાર્ડે સુરક્ષામાં વધારો કર્યો છે.આજથી 15 વર્ષ પહેલા ભારતમાં 26/11નો હુમલો થયો હતો. અને આવતી કાલે 26 તારીખ હોવાના પગલે કોસ્ટગાર્ડે સતર્કતાના ભાગ રુપે દરિયા કિનારા પર પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલ રાકેશ પાલનો પાકિસ્તાન સરહદ સાથેના ભારતીય દરિયાકાંઠાના વિસ્તારને સુરક્ષિત કરવા માટે લેવામાં આવેલા પગલાં લેવામાં આવ્યા છે.
તો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રણવ કિરપેના જણાવ્યા અનુસાર કચ્છના ખંભાતમાંથી લગભગ 80 ટકા જેટલું ક્રૂડ ઓઈલ આયાત કરવામાં આવે છે. જેના પગલે કચ્છના અખાતમાં સુરક્ષા માટે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.તાજેતરમાં જ ઓખા કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 13 લોકોને ઝડપી પાડ્યા છે.જેમને અલગ એજન્સીઓ પુછપરછ કરવામાં આવશે.
શું હતી 26/11ની ઘટના
આજથી 15 વર્ષ પહેલા મુંબઈમાં 2008માં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો દરેક ભારતીય ભૂલી શકે તેમ નથી. 26/11ના રોજ ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસ માંથી એક છે.આતંકવાદીઓનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી આતંકવાદી હુમલો કર્યો છે.આ હુમલામાં લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ મુંબઈમાં ઘૂસીને ચાર દિવસ સુધી ગોળીબાર અને શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા.આ હુમલામાં 164 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

