ગેરકાયદે ગયેલા 33 ગુજરાતીઓનું ગુજરાતમાં આગમન, પોલીસ પ્રોટેકશન સાથે વતન પહોંચાડવાની કરાઈ વ્યવસ્થા, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 06, 2025 | 10:17 AM

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતીઓનું આજે ગુજરાતમાં આગમન થયું છે. આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતીઓનું આજે ગુજરાતમાં આગમન થયું છે. આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોલીસ પ્રોટેકશન વચ્ચે તમામને વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના લોકો સ્વજનના ઘરે સ્થળાંતર કરે તેવી શક્યતા છે. પરત ફરેલા લોકોને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાતીઓમાં 13 મહિલાનો સમાવેશ

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં 13 મહિલાઓ  સામેલ છે. ત્યારે તેમના માટે ખાસ મહિલા પોલીસની ટીમ પણ હાજર હતી. તેમજ પોલીસની જ ગાડીમાં તેમને તેમના વતને પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ. ગેરકાયદે પ્રવાસીઓ યુએસએથી ગઈકાલે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. અમૃતસર એરપોર્ટ પર પણ તેમની પૂછપરછ કરાઈ હતી. અને ત્યારબાદ આજે વહેલી સવારે તેમને અમદાવાદ એરપોર્ટ લવાયા હતા. જો કે હાલ તો આ તમામને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

મહત્વનું છે કે અમેરિકન સરકારના ચોપડે ચઢેલા ઘૂસણખોરોની સંખ્યા હાલમાં લગભગ 18,000 જેટલી છે, જેમાંના 5,000 ભારતીયોને તાત્કાલિક ધોરણે પાછા મોકલવામાં આવ્યા છે. બાકીનાનો વારો એ પછી આવશે. અમેરિકામાં જઇને ડોલર છાપવાની મનશા રાખનારાઓનું સ્વપ્ન હવે ચકનાચૂર થઇ ગયુ છે.