અમેરિકા-ઈઝરાયલ જંગ શરુ થયા બાદ ઈરાને મિડિલ ઈર્સ્ટમાં તબાહી મચાવી દીધી છે. ખામેનાઈના મૃત્યુથી શરુ થયેલી જંગનો આજે 11મો દિવસ છે. ઈરાન અંદાજે 11 દેશો પર મિસાઈલ અને ડ્રેનથી સતત હુમલા કરી રહ્યું છે. આની અસર હવે અન્ય દેશો પર જોવા મળી રહી છે.સુરત શહેરમાં ઇઝરાઇલ ઈરાન યુદ્ધની લઈ ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે.
સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી.સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો મળી રહ્યો નથી.સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી રહી છે.સુરતના 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો જથ્થો મળતો નથી.
તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સોની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ માર્ક કોમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો પહોંચાડી શકાતો નથી. આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો સપ્લાય આપવામાં આવ્યો નહીં.
રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતુ.ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે.ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે.કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી.
Published On - 12:30 pm, Tue, 10 March 26