Amreli : કમોસમીનો કેર ! અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, જુઓ Video

Amreli : કમોસમીનો કેર ! અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 30, 2025 | 12:53 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર, અમરેલી શહેર, જાફરાબાદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો કેર જોવા મળ્યો છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર માવઠું પડી શકે છે.  જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે જ કમોસમી વરસાદે ધબધબાટી બોલાવતા લોકોની મુશ્કેલી વધી છે. ખાસ તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની માઠી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો