નવસારી : કમોસમી વરસાદે સર્જી તબાહી, 50થી વધુ વૃક્ષો ધરાશાયી, ઘરોના છાપરા ઉડ્યા, જુઓ વીડિયો
નવસારીમાં ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવી પડી છે. જલાલપોર તાલુકામાં 20થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. જેના કારણે અનેક લોકો બેઘર થયા છે. અનેક ઘરોમાં ભારે નુકસાન થયું છે.
નવસારી: ગુજરાતમાં ભર શિયાળે મુશ્કેલીનું માવઠું આવ્યું છે અને તેણે ઠેર ઠેર નુકશાની વેરી છે. જેના કારણે ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે, ત્યારે નવસારીમાં પણ જન જીવન પર ભારે અસર થઈ છે. નવસારી શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. નવસારીમાં પડેલા કમોસમી વરસાદથી ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
નવસારીમાં ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવી પડી છે. જલાલપોર તાલુકામાં 20થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. જેના કારણે અનેક લોકો બેઘર થયા છે. અનેક ઘરોમાં ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં ભારે પવન સાથે પડેલા વરસાદથી 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાથી નેશનલ હાઈવે 48 પર 8થી વધુ અકસ્માત સર્જાયા છે.
આ પણ વાંચો-મોરબીમાં વરસાદ સાથે બરફના કરા પડતા ભારે નુકસાન, ફેકટરીઓના સેડમાં પડ્યા કાણા
આ સાથે વરસાદે સુગર ફેક્ટરીઓની સમસ્યામાં પણ વધારો કર્યો છે. ખેતરોના રસ્તા બંધ થતા શેરડી લાવવામાં મુશ્કેલ પડી રહી છે. શેરડીની ઓછી આવકથી ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે, ત્યારે હવે સરકાર ખેડૂતો માટે કોઈ સહાય જાહેર કરે છે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
