બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે તુટી પડ્યો કમોસમી વરસાદ, જુઓ વીડિયો
આજે બનાસકાંઠા જિલ્લામાં સવારના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ભાભરના યાત્રા, રડકા, તેતરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા સહીતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આજે દિવસ દરમિયાન વરસેલા કમોસમી વરસાદની સાથે સાથે અનેક વિસ્તારમાં મોટા કરા પણ પડ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક સ્થળોએ કરા પડતા ખેતી ક્ષેત્રે નુકસાન થવાની ભીતિ કૃષિ સાથે સંકળાયેલા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આજે બનાસકાંઠા જિલ્લામાં સવારના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ભાભરના યાત્રા, રડકા, તેતરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા સહીતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં કેટલાક સ્થળોએ તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો